varsad ni agahi today: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘ મહેર વરસાવશે. આજથી એટલે કે 12 જૂનથી 18 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા? | varsad ni agahi today
આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. 13 અને 14 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે. 15 અને 16 જૂને સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. 17 જૂને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. જ્યારે 18 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.
વધુ માહિતી માટે સંપર્ક: જોકે, વરસાદની ચોક્કસ આગાહી માટે સ્થાનિક હવામાન કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે.
વરસાદની શક્ય અસરો
આ વરસાદને કારણે નદી-નાળાઓમાં નવા નીર આવશે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. વધુ વરસાદને કારણે વાહનવ્યવહાર અને ખેતીને પણ અસર થઈ શકે છે. તેથી, રાજ્યના લોકોને વરસાદને કારણે થતી કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: